Monday, September 9, 2024

ગૂગલ ક્રોમ, એપલ સફારી, માઈક્રોસોફ્ટ એજ અને મોઝિલા ફાયર ફોક્સ સર્ચ એન્જિન મર્જ થશે, પહેલાં કરતાં સારું રિઝલ્ટ મળશે !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અત્યાર સુધી ગૂગલ ક્રોમ, એપલ સફારી, માઈક્રોસોફ્ટ એજ અને મોઝિલા ફાયર ફોક્સ સર્ચ એન્જિન અલગ અલગ કામ કરતાં હતા. આ ચારેય સર્ચ એન્જિન હવે મર્જ થવા જઈ રહ્યા છે. અત્યાર સુધી આ તમામ એક બીજાના કોમ્પિટિટર હતા હવે ચારેય કંપની યુઝરને સારો એક્સપિરિઅન્સ આપવા એક સાથે કામ કરશે. Cnetના રિપોર્ટ પ્રમાણે આ કંપનીઓ બ્રાઉઝરમાં એક્સટેન્શન વધારે સારું બનાવવા માટે એક સાથે કામ કરી રહી છે. એક્સટેન્શનને ટોપ બ્રાઉઝર સાથે અટેચ કરવામાં આવ્યું છે. તેને તમામ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે. રિપોર્ટ પ્રમાણે, આ ચારેય કંપનીઓએ વર્લ્ડ વાઈડ વેબ કન્સોર્ટિયમમાં એક સાથે જવાનો નિર્ણય લીધો છે.

આ તમામ કંપનીઓએ તેમનાં એન્જિનિયર્સને એક સાથે મળી સુરક્ષિત એક્સટેન્શન બનાવવા માટે કીધું છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ લેવલના એક્સટેન્શન મોડેલ પર કંપની કામ કરી છે. તેનાથી કંપનીને એક ઓનલાઈન પ્લેટફોર્મ વેબ એક્સટેન્શન કમ્યુનિટી ગ્રુપ મળશે.હવે સર્ફિંગ વધુ સુરક્ષિત બનશે.WECG-વ્હોટકોમ ઈમર્જન્સી કમ્યુનિકેશન ગ્રુપએ માલુમ કર્યું છે કે, બ્રાઉઝરને વેચનારા અને અન્ય પાર્ટી સામાન્ય બ્રાઉઝર એક્સટેન્શન પ્લેટફોર્મ પર એક સાથે કામ કરી શકે છે.આ ચારેય કંપનીઓ એક સાથે કામ કરી રહી છે તેનું મોટું કારણ એ છે કે, ડેવલપર્સ માટે એક્સટેન્શન સરળ બનાવવું. કન્સિસટેન્ટ મોડેલ, API અને પરમિશનનો સામાન્ય કોર હશે. આ સિવાય કંપની એક્સટેન્શનનાં માધ્યમથી બ્રાઉઝિંગને સેફ કરવાનો પ્લાન બનાવી રહી છે. આ 4 કંપનીઓની બ્રાઉઝર ટીમ એક એવું આર્કિટેક્ચરની આઉટલાઈન તૈયાર કરશે જે પર્ફોર્મન્સ વધારશે. તેનો દુરુપયોગ નહિ થઈ શકે. તે એકદમ સુરક્ષિત હશે. તેમાં સર્ચ કરવા પર વધારે રિઝલ્ટ મળશે. હાલ તેને યુઝર્સ સુધી પહોંચવામાં સમય લાગશે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ વપરાશકર્તાના અનુભવને વધુ સારા બનાવવા માટે સતત કાર્યરત રહે છે. આને કારણે, છેલ્લા કેટલાક મહિનાઓમાં,અમને વોટ્સએપ પર ઘણી નવી સુવિધાઓ જોવા મળી છે. અમે ટૂંક સમયમાં જ Android અને iOS ઉપકરણો વચ્ચે મલ્ટિ-ડિવાઇસ સપોર્ટ અને ચેટ ટ્રાન્સફર જેવી ઘણી સુવિધાઓ પણ જોઈ શકીએ છીએ. આ સિવાય તેમાં બીજી નવી સ્ટિકર્સ સુવિધા ઉમેરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સુવિધાની મદદથી, વપરાશકર્તાઓ સરળતાથી વોટ્સએપમાં સ્ટીકરો શોધી શકે છે. વ્હોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખે છે તે WABetaInfo મુજબ,વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે સ્ટીકર્સ શોર્ટકટ સુવિધા માટે નવી સર્ચ કરી રહ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર