Monday, September 9, 2024

જાણો કોણ કરે છે તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ ? ઘરે બેઠા ચેક કરી શકો છે જાણો પુરી પ્રક્રિયા.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હાલમાં, આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બન્યું છે. નવું સિમકાર્ડ મેળવવાથી લઈને નવી નોકરી મેળવવી તેમજ ઘર લેવા માટે પણ આધાર કાર્ડ જરૂરી છે. સરળ શબ્દોમાં કહીએ તો, આધારકાર્ડ વિના કંઈ પણ કરવું અશક્ય બની ગયું છે. પરંતુ આધારકાર્ડનો વધારે ઉપયોગ કરવાને કારણે તેના દુરઉપયોગનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં, હંમેશાં તપાસ કરવી જોઈએ કે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય છે. જો તમને લાગે છે કે કોઈ તમારી મંજૂરી વિના તમારા આધારકાર્ડનો દુરૂપયોગ કરી રહ્યું છે, તો તમારે તરત જ તેની જાણ કરવી જોઈએ.

આવો, તેના વિશે સંપૂર્ણ વિગતો જાણીએ.

UIDAI આધારકાર્ડ હોલ્ડરને છેલ્લા 6 મહિનાની ચકાસણીની ( વેરિફિકેશન ) માહિતી પ્રદાન કરે છે. એનો અર્થ એ કે તમે છેલ્લા 6 મહિનામાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં અને કેટલી વાર કર્યો છે તે વિશેની માહિતી મેળવી શકો છો. આ દ્વારા, આધાર કાર્ડ હોલ્ડર 50 જેટલા પ્રમાણિતતાની માહિતી મેળવી શકે છે.

કેવી રીતે તપાસવું

UIDAI ની ઓફિશિયલ સાઇટ પર ક્લિક કરો https://resident.uidai.gov.in/

તે પછી વેબસાઇટની ડાબી બાજુ ‘માય આધાર’ વિકલ્પ પર ક્લિક કરો.

આ પછી, તમારે ‘આધાર સેવાઓ’ ની મુલાકાત લેવી પડશે.

પછી આધાર ઓથેન્ટિકેશન હિસ્ટરી ( Aadhaar Authentication History )પર ક્લિક કરો.

ત્યારબાદ 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા ભરવું પડશે.

તે પછી ઓથેન્ટિકેશન માટે ‘સેન્ડ ઓટીપી’ ( ‘Send OTP’ )પર ક્લિક કરો.

ઓટીપી એન્ટર કર્યા પછી, તમારે સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.

આ પછી, તમારા આધારકાર્ડના ઉપયોગનો રેકોર્ડ તમારી સ્કીન પર હશે.

કેવી રીતે ફરિયાદ કરવી ?

જો તમને લાગે કે કોઈએ તમારા આધારકાર્ડનો દુરૂપયોગ કર્યો છે, તો તમારે તરત જ ફરિયાદ નોંધાવવી પડશે. ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને અથવા [email protected] પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકો છે. તમે https://resident.uidai.gov.in/file-complaint લિંક પર પણ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર