આજ રોજ ગોરખીજડીયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગમાં ધોરણ 1 માં પ્રવેશતા બાળકોને બેગ કીટ સાથે આપી પ્રવેશ કરાવવામાં આવ્યો. અને ધોરણ ૩ થી ૮ માં સારા માર્ક લઈ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા. તેમજ ખેલ મહાકુંભમાં સારુ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્ય હતા.
ત્યારે આ કાર્યક્રમમાં ગોરિયા વાસુદેવભાઇ, શાળાના આચાર્ય કાવર શાહેબ તેમજ ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા તરફથી વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
