Tuesday, July 23, 2024

ગુજરાત: લૂંટ અને દુષ્કર્મના કેસમાં અમદાવાદ મોખરે, સુરતે આપઘાત કેસમાં રેકોર્ડ તોડ્યો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ગુનાના બનાવોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. ગુજરાતમાં દરરોજ સરેરાશ 3 હત્યા, 4 ખૂન અને અપહરણની 7 ઘટનાઓ નોંધાઈ છે. હત્યા, લૂંટ અને બળાત્કારમાં અમદાવાદ મોખરે છે અને સુરતે આત્મહત્યાના કેસમાં બધાને પાછળ છોડી દીધા છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગુજરાતમાં વધી રહેલા ગુનાહિત બનાવોને લઇને સવાલો ઉઠાવ્યા હતા અને ગુનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2020 ના આંકડા

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2019 થી ડિસેમ્બર 2020 દરમિયાન છેલ્લા 21 મહિનામાં ગુજરાતમાં બળાત્કારની 3095 ઘટનાઓ નોંધાઈ હતી જ્યારે અપહરણના 4829 કેસ નોંધાયા હતા. 14410 આત્મહત્યાના બનાવો બન્યા હતા જ્યારે 1944 હત્યા, 1520 લૂંટ, 2589 હુલ્લડની ઘટનાઓ નોંધાઈ હતી. જાડેજાએ કહ્યું કે પાછલા 21 મહિનામાં ગુજરાતમાં ચોરીના 6190 બનાવો બન્યા છે જ્યારે અપ્રાકૃતિક મૃત્યુના 41493 બનાવ બન્યા છે.

અમદાવાદ સૌથી મોખરે

લૂંટના કેસમાં અમદાવાદ ટોચ પર હતું, જ્યારે બળાત્કારની ઘટનાઓ પણ અમદાવાદમાં સૌથી વધુ જોવા મળી છે, પરંતુ આત્મહત્યાના મામલામાં સુરતે તમામ જિલ્લાનો રેકોર્ડ તોડ્યો છે. શહેરોમાં વ્યાજખોરોની ભીતિ ઝડપથી વધી રહી છે, ઘણા પરિવારો આર્થિક સંકટમાં ફસાઈને આત્મહત્યા કરી ચૂક્યા છે. આ ઉપરાંત સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદેસર કબજો લેવાનો અને બનાવટી દસ્તાવેજો બનાવીને વેંચવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સરકારે છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યમાં ગુના, ભ્રષ્ટાચાર અને ભૂ-માફિયા વિરુદ્ધ અનેક કાયદા ઘડ્યા છે અને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ લેન્ડ ગ્રેબિંગ એક્ટની રચના સાથે સરકારે એન્ટી કરપ્શન બ્યુરોને પણ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી માટે મુક્ત હાથ આપ્યો છે.

ગુજરાતમાં અમદાવાદ લૂંટનું પાટનગર બની રહ્યું છે, જેમાં અમદાવાદમાં લૂંટના સૌથી વધુ 479 કેસ અને સુરતમાં 253 કેસ નોંધાયા છે, સુરતમાં હત્યાના 280 કેસ નોંધાયા હતા, જ્યારે અમદાવાદમાં તે 21 અને રાજકોટમાં 118 કેસ નોંધાયા છે. બળાત્કારના 620 કેસ સાથે અમદાવાદ રાજ્યમાં આગળ છે, જ્યારે સુરતમાં 465 વડોદરામાં 204 કેસ છે અને રાજકોટમાં 203 કેસ નોંધાયા છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર