મોરબી માં ધીમે ધીમે ક્રાઇમ વધી રહ્યા છે. ધોળા દિવસે ફાયરિંગ, લૂંટ, મારામારી , ખૂબ , ચોરી, ઉદ્યોગકારો પર હુમલો જેવા કિસ્સાઓ ની મોરબી વાસીઓ ને હવે જાણે આદત પડી ગઈ છે. અવાર નવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આવેલ મોબાઈલ ની શોપ માં લુટારુઓ એ ધોળા દિવસે ફાયરિંગ કરીને લૂંટ ચલાવી હતી.
મોરબી તાલુકા ના ઊંચી માંડલ ગામ નજીક આજ રોજ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં મોબાઈલની શોપમાં લૂંટારુઓ દ્વારા બંધુક ના ભડાકા કરીને લૂંટ ચલાવવામાં આવી હતી. આશરે ૨૫ હજારની લૂંટ ચલાવી લુટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ એક્શન મોડ માં આવી છે.
ધોળા દિવસે થયેલ આ લૂંટ અંગેની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ નજીક તડાવિયા શનાળા જવાના રસ્તા પર એક મોબાઈલ ની શોપ માં આજ રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં ૨ ઇસમો મોબાઈલમાં ગ્લાસ નખવવના બહાને શોપમાં ઘૂસી ગયા હતા ત્યારે દુકાનના માલિકે તેમને ગ્લાસ નાખી આપ્યો હતો બાદ પૈસા માગતા લૂંટારુએ દરવાજો બંધ કરી બંધુક બતાવી ” જીતના પૈસા હૈ નીકાલો” કહી ફાયરિંગ કરી ને રૂપિયા ૨૫ હાજર ની લૂંટ ચલાવી હતી. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે.
આવી જ ઘટનાઓ દિનપ્રતિદિન મોરબીમાં વધી રહી છે. અવારનવાર આવી ઘટનાઓ બની રહી છે. ત્યારે થોડા સમય પહેલા મોરબીની મુલાકાતે અને કાયદા અને વ્યવસ્થાની સમીક્ષા કરવા આવેલ ગુજરાતના માનન્ય ગૃહમંત્રી “હર્ષ સંઘવી” સાહેબ એ કહ્યું હતું કે મોરબી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ક્રાઇમ રેટ ઘટયો છે.
શું સાચે ક્રાઇમ રેટ ઘટયો છે ?
શું સત્ય છે એ તો મોરબીની હોશિયાર જનતા સારી રીતે જાણે છે સાહેબ.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે અભ્યાસ કરી રહેલ બાળકોને દાતાઓના સહયોગથી સ્કુલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા.
જેમાં કેજી થી ધોરણ-૧,૨ અને ૩ ના ૧૧૩ બાળકોને સ્કૂલ બેગ મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી દાન મળેલ, ધોરણ ૪ ના બાળકોને વિનુભાઈ છગનભાઈ...
મોરબી: છેલ્લા ઘણા સમય થી આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબીના અલગ અલગ દરેક વિસ્તારોની મુલાકાત લઈ ત્યાના રહીશોની સમસ્યાઓ જાણી ત્વરિત ધોરણે એમના સમાધાન થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તેનાથી પ્રેરીત થઈ લોકો પણ હવે જાગૃત બની રહ્યા છે. આવી કામની રાજનીતિથી પ્રેરાઈને મોરબી રાજનગર...
મોરબી ઈન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સ્વાગત પોર્ટલ, લોક ફરિયાદ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ અરજીઓની પર ચર્ચા વિચારણા કરી પેન્ડિંગ અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા સૂચના...