હળવદના ચરાડવા ગામે કોમન પ્લોટમાં બાવળ કાઢવા બાબતે મહિલા પર ચાર શખ્સોનો હુમલો
હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલનગર સોસાયટીમાં મહિલાના રહેણાંક મકાન પાસે આવેલ કોમન પ્લોટમાં બાવળ કાઢવા બાબતે મહિલા સાથે ચાર શખ્સોએ ઝપાઝપી કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે ગોપાલ નગર સોસાયટીમાં રહેતા વનિતાબેન જયંતીભાઈ ચાવડા (ઉ.વ.,૪૬) એ આરોપી વસંતબેન રમેશભાઈ સોનાગ્રા તુષારભાઈ રમેશભાઈ સોનાગ્રા રમેશભાઈ હરજીભાઈ સોનાગ્રા દિનેશભાઈ હરજીભાઈ સોનગ્રા રહે બધા ચરાડવા વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીના રહેણાંક મકાન પાસે આવેલ કોમન પ્લોટમાં બાવળ કાઢવા બાબતે આરોપી વસંતબેને ફરિયાદી સાથે ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર મારે તેમજ અન્ય આરોપીઓએ ફરિયાદીને ધોકો મારી નીચે પાડી દઈ જમણા હાથમાં ફેક્ચર જેવી ઈજા પહોંચાડી અને તમામ આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.