હળવદ: હળવદ તાલુકાના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગેરકાયદેસર લોખંડના સળીયા ચોરવાનું કારસ્તાન પકડી પાડી કુલ કિ.રૂ. ૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના આ અંગેની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ તે આધારે માળીયા મિ.- હળવદ હાઇવેરોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હાઇવેરોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રકમાં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે જે હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા કુલ વજન ૪૧,૭૩૦ કિ.ગ્રા. જેની કિ.રૂ. ૨૨,૯૫,૧૫૦/- તથા ટેઇલર નંબર GJ-12-BY-2094 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર જેવા મૂલ્યોની ખીલવણી થાય એ માટે લખધીરગઢ પ્રાથમિક શાળાએ મોરબી શહેરમાં આયોજિત દાદા ભગવાનની ૧૧૮ મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા પ્રદર્શન "જોવા જેવી દુનિયા"પ્રદર્શનનો લાભ લઈ આજના વિદ્યાર્થી આવતીકાલના ઉત્તમ નાગરિક બને એ માટનો સરાહનીય પ્રયાસ કર્યો.
આ પ્રદર્શનનો હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં નૈતિકતા, સંસ્કાર તથા માનવીય...
બાળકોનાં ઉજ્જવલ ભવિષ્યને ધ્યાનમાં લઈ નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સના વિધાર્થીઓ માટે “ધોરણ 12 પછી શું?” એ વિષય પર કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના Dr ધવલ વ્યાસ સર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. જેમણે ધોરણ 12 પછીના વિવિધ કારકિર્દી વિકલ્પો અંગે...