હળવદના ટીકર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામે રજપૂત શેરીમાં રણજીતભાઇ દીપુજી રજપૂતના મકાનની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રજપૂત શેરીમાં રણજીતભાઇ દીપુજી રજપૂતના મકાનની પાસે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો જગદીશભાઇ લખીરામભાઈ રામાનુજ (ઉ.વ.૫૪), હસમુખભાઇ છગનભાઇ હડીયલ (ઉ.વ.૫૪), રમેશભાઈ જીવણભાઈ ત્રેવડીયા (ઉ.વ.૪૮), મોડજીભાઈ ગાંડુભાઈ પરમાર (ઉ.વ.૫૨), મનજીભાઈ ગાંડુભાઈ પરમાર (ઉ.વ.૫૦), અશોકભાઈ સજુભાઈ મકવાણા (ઉ.વ.૨૯) રહે બધા ટીકર ગામ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ.૨૨,૫૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.