હળવદનાં રણછોડગઢ ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના રણછોડગઢ ગામે સંદીપભાઈ રામજીભાઇ સીણોજીયાના મકાન પાસે ચોગાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે સંદીપભાઈ રામજીભાઇ સીણોજીયાના મકાન પાસે ચોગાનમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો જગદીશભાઇ પ્રભુભાઇ પાટડીયા રહે.રણછોડગઢ ગામ તા.હળવદ, ભીમાભાઇ રૂડાભાઇ ચડાસણીયા, રહે. રણછોડગઢ, તા.હળવદ, વિનોદભાઇ રસીકભાઇ વિંઝવાડીયા, રહે. જીનપરા,તા. વાંકાનેર, લાલજીભાઇ પ્રભુભાઇ મદ્રેસણીયા, રહે. માથક ગામ, તા.હળવદ, સંજયભાઇ ધનાભાઇ સિણોજીયા, રહે. રણછોડગઢ ગામ, તા.હળવદ, રાયધનભાઇ રામજીભાઇ વિંઝવાડીયા, રહે. રણછોડગઢ ગામ, તા.હળવદ, સંદિપભાઇ રામજીભાઇ સિણોજીયા રહે. રણછોડગઢ ગામ, તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૧૬,૯૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.