મોરબી: મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે સારૂ રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબીનાઓનાની સુચના મુજબ તા.૧૩/૧૦/૨૦૨૩ નારોજ પી.એ.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન ખાતે ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી, તથા કે.એન.જેઠવા પો.સબ ઇન્સ. હળવદ પો.સ્ટે. તથા મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના ૫૦ માણસો દ્વારા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ટ્રાફીક સમસ્યા ઉકેલવા તથા ગેર કાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ થાય તે હેતુથી હળવદ ટાઉન વિસ્તાર, ભવાનીનગર લાબીદેરી, ત્રણ માળીયા વિસ્તારમાં કોમ્બીંગની કામગીરી હાથ ધરી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેવા પ્રયત્નો હાથ ધરેલ.
તેમજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારની બીજી વધુ મહત્વની કાર્યવાહી કરી મોરબી જીલ્લા ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્દઢ બનાવવા, ગેરકાયદેસરની પ્રવૃતિ સંદતર નાબૂદ કરવા તથા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કોમ્બીંગ દરમ્યાન મોરબી પોલીસ દ્વારા હળવદ પોલીસ સ્ટેશન ખાતે કરેલ કામગીરી નીચે મુજબ છે.
શ્રાવણ માસની શરૂઆત થતા જુગારીઓ મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેરમાં...
મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ઠેર-ઠેર શહેરો અને ગામડાએથી ભાવિકો ઉમટી હજારોની સંખ્યામાં પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ દ્વારા રસ્તામાં કેમ્પનું આયોજન...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...