હળવદ તાલુકાના પાંડાતિરથ ગામને જૂથ યોજના હેઠળ પાણી પહોચાડવામાં સફળતા
મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગના સઘન પ્રયાસોથી હળવદ તાલુકાના પાંડાતિરથ ગામનો મોરબી જિલ્લાની હળવદ તાલુકા પાણી પુરવઠા વિભાગની એન.સી.ડી-૪ પાણી પુરવઠા યોજના અંતર્ગત સમાવેશ કરી જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે.
પાંડાતિરથ ગામની હાલની વસ્તી અંદાજીત ૧૬૦૦ જેટલી છે. આ ગામમાં ભૂગર્ભ સંપ અને ઉંચી ટાંકી મળીને કુલ ૧,૭૦,૦૦૦ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા છે. ગામમાં વર્ષો જુની ટેકનીકલ કારણોસર જૂથ યોજનાનું પાણી પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.એસ. દામા દ્વારા સર્વે કરાવી જરૂરી ઘટતી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે જેથી ગામને જૂથ યોજના હેઠળ જરૂરિયાત મુજબ પાણીની સવલત મળતી થઈ છે તેવું મોરબી જિલ્લા પાણી પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.