હળવદ: હળવદ તાલુકાના ચુપણી ગામે ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચુપણી ગામે રહેતા ભાવનાબેન ઉકાભાઇ મકવાણા ઉ.વ.૩૦, વાળીએ ગત તા. ૧૪-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇપણ અગમ્ય કારણસર પોતાની સાડી વડે પોતાની વાડીની ઓરડીમાં ગળે ફાંસો ખાઇ જતા તેનીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
