Saturday, July 27, 2024

હળવદમાં છરીની અણીએ લુંટ ચલાવનાર ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ ટાઉન વિસ્તારમાં ગળાના ભાગે છરી મુકી ભય બતાવી લુંટ કરી ગુન્હો કરનાર ત્રણ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. 

ગઈ તા.૧૦/૦૪/૨૦૨૪ ના રોજ ફરીયાદીને આરોપીઓએ નર્મદા કેનાલ રોડ ઉપરથી ફરીયાદીના ગળાના ભાગે છરી મુકી ભય બતાવી મોટરસાયકલમા બેસાડી એક રૂમ ઉપર લઈ જઈ ધોલ- ધપાટ કરી ભય બતાવી ત્યાંથી કોઇ સુમસામ જગ્યાએ લઈ જઈ લાકડીથી માર મારી ફરીયાદીના પેન્ટના ખિસ્સામાંથી રૂ.૪૫૦૦/- કાઢી લઈ તેમજ ફરીયાદીના મોબાઈલ ફોનમાંથી ગૂગલ-પે એકાઉન્ટમાં રૂ.૧૦,૦૦૦/- ટ્રાન્સફર કરાવી કુલ રૂ.૧૪,૫૦૦/- ની લુંટ કરી નાસી જઈ ગુન્હો આચરેલ હતો જે અંગે હળવદ પો.સ્ટે. એ-પાર્ટ આઇ.પી.સી કલમ ૩૬૫, ૩૯૪, ૧૧૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ.

હળવદ પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે લુંટના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હળવદ ભવાનીનગર ફાટક પાસે હળવદ ધાંગધ્રા બાયપાસ રોડની સાઇડમાંથી પકડી પાડી આરોપી સચીનભાઇ ઉફે કાલી ભરતભાઇ ઉર્ફે મુન્નાભાઈ મીયાત્રા ઉ.વ.૧૯ રહે હળવદ પંચમુખી ઢોરો તા.હળવદ, રવિભાઇ ટીનાભાઇ થરેશા ઉ.વ. ૨૪ રહે હળવદ પંચમુખી ઢોરો શંકર ભગવાનના મંદિર પાસે તા. હળવદ, અજયભાઇ વિનાભાઇ સુરેલા ઉ.વ.ર૧ રહે હળવદ પંચમુખી ઢોરો ચોકમા તા.હળવદવવાળાની અટક કરી ગુન્હો ડીટેકટ કરેલ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર