Saturday, July 27, 2024

ટંકારાના નેકનામ ગામે યુવકને પેટ્રોલપંપમા ભાગીદારી રાખવી પડી મોંઘી; 70 લાખનો લાગ્યો ચૂનો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના નેકનામ ગામે યુવકે આરોપીઓ સાથે ભાગીદારીમાં પેટ્રોલપંપ નાખ્યો હતો. જે ભાગીદારમાથી યુવક છુટા થતા આરોપીને યુવકને ૯૦ લાખ રૂપિયા આપવાના હોય જેમાથી ૨૦ લાખ ચૂકવેલ હોય બાકીના ૭૦ લાખની માંગણી કરતા જો રૂપિયાની માગણી કરશો તો જાનથી મારી નાખવાની બે શખ્સોએ ધમકી આપી હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રહેતા સહદેવ સિંહ જયુભા ઝાલા (ઉ.વ‌.૨૫) એ આરોપી કર્મરાજસિંહ ઉર્ફે સાગર અજીતસિંહ ઝાલા તથા અજીતસિંહ નાનભા ઝાલા રહે બંને મૂળ નેકનામ ગામ તા. ટંકારા હાલ રહે રાજકોટ સોર્ફ રોડ કમિશ્નરના બંગલા પાસે રાજકોટ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭-૦૧-૨૦૨૪ ના રોજ આરોપી તથા ફરીયાદી પેટ્રોલપંપમા ભાગીદાર હોય અને ફરીયાદી પેટ્રોલપંપમાથી ભાગીદારીમાથી છુટા થતા આરોપીને ફરીયાદીને રૂપીયા ૯૦ લાખ આપવાનુ અરસપરસ સમજુતી થયેલ જેમાથી રૂપીયા ૨૦ લાખ ચુકવેલ અને બાકીના રૂપીયા ૭૦ લાખની ફરીયાદી માગણી કરતા આરોપી કર્મરાજસિંહ અને અજીતસિંહ એ રૂપીયાની માગણી કરશો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી. જેથી ભોગ બનનાર સહદેવ સિંહે આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર