હળવદના માથક ગામે તલટી મંત્રી પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ફરજમાં કરી રૂકાવટ
હળવદ: હળવદ તાલુકાના માથક ગામે આવેલ વાડાની જગ્યા આરોપીના નામે ચડાવી દેવા બાબતે તલાટી સાથે ઝઘડો કરી ફરજમાં રૂકાવટ કરી તલાટી પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા અને માથક ગામે તલાટી તરીકે ફરજ બજાવતા જગદીશભાઇ કરમશીભાઈ આલ (ઉ.વ.૪૫) એ આરોપી હરપાલસિંહ જયવંતસિંહ ઝાલા તથા મીતરાજસિંહ હરપાલસિંહ રહે. બંને માથક ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી માથક ગામ પંચાયત બ વિભાગમાં પંચાયત તલાટી તરીકે ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં સરકારી નોકરી કરતા હોય તેમની કાયદેસરની ફરજ બજાવવા માટે માથક ગામ પંચાયત ખાતે હાજર હતા ત્યારે માથક ગામે આરોપી હરપાલસિંહ એ આવી માથક ગામમાં આવેલ વાડાની જગ્યા પોતાના નામે ચડાવી દેવા બાબતે ફરીયાદિ સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ બિભત્સ ગાળો આપતા ફરીયાદિએ ગાળો દેવાની ના પાડતા આરોપી હરપાલસિંહે ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલ છરીથી ફરીયાદી પર હુમલો કરતા ફરીયાદીએ તેમનો હાથ પકડી લેતા ઝપા ઝપી થયેલ તે દરમ્યાન આરોપી મિતરાજસિંહે ફરીયાદીના મોઢા પર એક મુક્કો મારી ડાબી આંખના ભાગે મુંઢ ઈજા કરી અને આરોપી હરપાલસિંહએ છરી થી હુમલો કરી ફરીયાદીને એક ઘા ડાબા હાથ ની કોણી પાસે મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમા રુકાવટ કરી હતી જેથી ભોગ બનનાર જગદીશભાઇએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૩૩,૩૩૨,૩૫૩,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
