Wednesday, July 9, 2025

હળવદના જુના દેવળીયા ગામે જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં આરોપી રસીકભાઇ ભોરણીયાની વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો રસીકભાઇ અરજણભાઇ ભોરણીયા ઉ.વ.૪૦, અરવિંદભાઇ ઉર્ફે કાળુભાઇ મગનભાઇ ફેફર જાતે પટેલ ઉ.વ.૪૫, ધીરૂભાઇ ઉર્ફે ખેરૂ અમરશીભાઇ અધારા, જયંતીભાઇ લાભુભાઇ ભોરણીયા ઉ.વ.૫૬, શંકરભાઇ રામજીભાઇ ભોરણીયા ઉ.વ.૬૦ રહે, પાંચેય જુના દેવળીયા તા.હળવદ તથા બળદેવભાઇ જગજીવનભાઇ કાલરીયા ઉ.વ.૫૫ રહે ગામ રોહીશાળા તા. માળીયાવાળાને રોકડ રકમ રૂપિયા ૧૮૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર