હળવદ પોલીસને દ્વારા હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં જુગાર રમતા ઇસમો પર પોલીસ ત્રાટકી. સાત જેટલા જુગાર પ્રેમીઓ પર પોલીસે કાર્યવાહી કરી.
હળવદ તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ દ્વારા તાલુકાના ગોલાસણ ગામની સીમમાં રેડ કરતા જાહેરમાં જુગાર રમતા ૭ ઇસમો પકડાયા હતા. ત્યારે પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરતાં તેઓ વિક્રમભાઈ વિરાણી (રહે. ઇન્દિરા નગર મોરબી),કાંતિભાઈ દેકાવાડિયા ( રહે શિવપુર, હળવદ),રસિકભાઈ આંકડિયા ( રહે. ડુંગરપુર , હળવદ ),વિનોદભાઈ કોપેણીયા ( રહે. સુંદરગઢ , હળવદ),ધનજીભાઈ ઉડેચી ( રહે. સુંદરગઢ , હળવદ),પ્રવીણભાઈ આદ્રોજા ( રહે. મહેન્દ્રનગર , મોરબી),મુકેશભાઈ દેસાઈ ( રહે. નવી પીપળી , મોરબી) હોય ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી હતી. ઉપરાંત તેમની પાસે થી રોકડ રકમ રૂ. ૨૫,૨૦૦ કબ્જે કરવામાં આવી હતી.
પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય , કામધેનુ યુનિવર્સિટી જૂનાગઢ ના સહ પ્રાધ્યાપક અને બુલમધર ફાર્મ , કામધેનુ યુનિવર્સિટી ના યુનિટ હેડ ડો હરીશ એચ સવસાણી રાષ્ટ્રીય કક્ષા ની સંસ્થા એનિમલ ન્યૂટ્રિશન એસોસિએશન ઓફ ઈન્ડિયાની તાજેતરમા યોજાયેલ ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ (વેસ્ટ ઝોન) તરીકે ૨૦૨૬-૨૦૨૮ વર્ષ માટે બીન હરીફ ચૂંટાય આવ્યા...