મોરબી: મોરબીના વાવડી રોડ ભક્તિનગર -૨ સોસાયટીમાં રહેણાંક મકાને હાર્ટએટેક આવતા આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ભરતભાઈ કાનજીભાઇ ચાડમીયા (ઉ.વ.૫૪) રહે. ભક્તિનગર સોસાયટી-૨ નાની વાવડી તા.જી. મોરબીવાળાને પોતાના ઘરે હાર્ટએટેક આવતા ભરતભાઈ ચાડમીયાનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
