હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર શિક્ષણ સંસ્કાર કેન્દ્રના બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી
મોરબી: ગઈ કાલના રોજ હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા અર્જુનભાઈ સુવાગીયાના જન્મ દિવસ નિમિત્તે આંબેડકર શિક્ષણ સેવા કેન્દ્રના બાળકોને સંપૂર્ણ શિક્ષણ કિટ ભેટ આપી જન્મદિવસની ઉજવણી કરી હતી.
ગત તારીખ 5-4-2024 શુક્રવાર નાં રોજ હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા સંચાલિત ડો. આંબેડકર શિક્ષણ – સંસ્કાર કેન્દ્રનાં બાળકો સાથે સેવા દાતા ડૉ. અર્જુનભાઈ સુવાગીયાએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ શિક્ષણ કેન્દ્રની દિકરી ધારાબેન દ્વારા ડોક્ટરનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું બાદમાં ભારત માતા પુજન, સંસ્કૃત જન્મદિવસ ગીત અને 38 દિપક પ્રાગટ્ય અને ૐ દર્શન બાદ શિક્ષણ કેન્દ્રનાં ૨૩ બાળકોનેં સંપૂર્ણ શિક્ષણ કીટ ( સ્કુલ બેગ,પેડ, નોટબુકો, પેન, પેન્સિલ, ચેક રબ્બર) સાથે ચોકલેટ અને નાસ્તો આપી બાળકોનેં ખુબ ખુશખુશાલ કરી દીધા હતાં.
આ પ્રસંગે પ્રાંત પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા , અતિથિ ડો. શૈલજાબેન કુનપરા, શિક્ષણ કેન્દ્ર સંચાલક કાજલબેન શુક્લ, શિવણ કેન્દ્ર સંચાલક આરતીબેન શુક્લ, શિવણ કેન્દ્રનાં બહેનો અને ૨૫ થી વધારે બાળકો ઉપસ્થિત રહ્યાં.
તેમજ સેવા સાથે સામાજિક સમરસતાની ઉત્તમ ભાવના સાથે સેવા વસ્તીમાં શિક્ષણ કેન્દ્રનાં બાળકો સાથે ભારતીય સંસ્કૃતિ અનુસાર પોતાનો જન્મદિવસ ઉજવી સેવા દાતા ડો. અર્જુનભાઈ સુવાગીયા દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું.