મોરબી: આશા વર્કર તથા ફેસીલીએટર બહેનોના પ્રશ્નો બાબતે અગાઉ અનેક વખત રજુઆત કરાઈ છે. પરંતુ પ્રશ્નો સમજયા વિના સરકાર દ્વારા અશા વર્કર બાબતે જાહેરાત કરાઈ છે. જેમાં રૂ.૫૦૦૦ આપવાની જાહેરાત કરાઈ છે. પરંતુ આ વધારો ઈન્સેન્ટીવ છે કે પગાર છે ? તેમજ જો પગાર હોય તો પગાર ઉપરાંત હાલમા મળતા ઈન્સેન્ટીવ ચાલુ રહેશે કે કેમ ? તેવી કોઈ જ સ્પષ્ટતા નથી. હજુ લધુતમ વેતન કરતા આ વધારો ખુબજ ઓછો છે.
જ્યારે સરકારે જાહેર કરેલ જાહેરાતમાં ફેસીલીએટરનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી અને કોઈજ વધારો જાહેર કરાયો નથી તેમજ સરકારે કોઈ નેતા સાથે કોઈ સમાધાન કર્યું હોય તો ગુજરાતની એક પણ આશા વર્કર અને ફેસીલીએટર બહેનોને આવુ કોઈપણ સમાધાન માન્ય નથી અને ગુજરાતની તમામ આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ આંદોલન ચાલુ રાખેલ છે.
ઉલ્લેખનીય છે કે અમોનું ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન ખૂબજ જવાબદાર યુનિયન છે, અને તેથી તાત્કાલીક અસરથી યુનિયન સાથે બેઠક યોજી પ્રશ્નોનું નિરાકરણ લાવવમાં આવે તેવી આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા માંગણી કરવામાં આવી છે.
આશા વર્કર અને ફેસીલીએટર બહેનોની માંગણીઓ કઈક આવી છે જેમ કે આશા વર્કર અને ફેસીલીએટર બહેનોને લઘુતમ વેતન આપવામા આવે અને તાત્કાલીક અસરથી ફીકસ પગારદાર બનાવવામાં આવે, આશા વર્કર અને ફેસીલીએટર બહેનોના સેવાના કલાકો નકકી કરવા જોઈએ, દરેક સેવાની કામગીરીનું પૂરેપૂરૂ વળતર આપવું જોઈએ, હાલમાં મળતા ઈન્સેન્ટીવ નિયમિત મળવા જોઈએ.(હાલમાં ત્રણ માસથી ચુકવાયુ નથી.), આશા વર્કર તથા ફેસીલીએટર બહેનોને ૨૦૧૯ માં જાહેર કરાયેલ ડ્રેસ તાત્કાલીક આપવા જોઈએ.
તેમજ આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા જણાવવામાં હતું કે અગાઉ તા : ૨૮/૯/૨૦૨૨ ના રોજ આપવામાં આવેલ આવેદન પત્રના પ્રશ્નો બાબતે યુનિયન સાથે બેઠક યોજી પ્રશ્નોનો ઉકેલ લાવવા વિનંતિ કરી છે. તેમજ આ પત્ર દ્વારા ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ આપને જાણ કરીએ છીએ કે, આજ તારીખ ૧૨થી ત્રણ દિવસ માટે સંપૂર્ણ હડતાલ રાખવાનો નિર્ણય કર્યો છે.
