મોરબીના SP રોડ પર હાલત ગરબા ક્લાસીસમાં વિડિયો ઉતારવા બાબતે બોલાચાલી થઈ હતી. બાદ ગરબા કલાઇસિસના માલિકએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતરતા આવારા તત્વો વિરૂદ્ધ લેખિતમાં અરજી આપી છે.

મોરબીના SP રોડ ખાતે જીગ્નેશભાઈ કાંતિભાઈ રામોલિયા ઉર્ફે જેક સર દ્વારા ગરબા ક્લાસિસ ચલાવવામાં આવે છે. ત્યારે ગત રાત્રિએ ક્લાસમાં હાજર રીષિ હીરાની નામનો વ્યક્તિ ગરબા રમતા છોકરા – છોકરીઓ ના વિડિયો ઉતરતો હોય, ત્યારે કલાસિસીના માલિક જીગ્નેશભાઈ રામોલિયા દ્વારા વિડિયો ઉતરતા અટકાવતા વિડિયો ઉતારવા વાળો વ્યક્તિ ઉશ્કેરાય ગયો હતો બાદ તેમને કલાસિસની બહાર નીકળતા , ક્લાસિસની બહાર ૨૦ જેટલા ઇસમોને બોલાવ્યા હતા જેમાંથી અમુક ઇસમો ક્લાસમાં ઘૂસી ગયા હતા અને ક્લાસીસના માલિક જીગ્નેશભાઈ રામોલિયાને માર મારવાની ધમકી આપવા લાગ્યા બાદ ધોકા અને પાઈપ લઈ ને કલાસની બહાર ચડી પહોંચ્યા હતા. પરિસ્થિતિને ધ્યાને રાખીને ક્લાસીસના માલિક જીગ્નેશભાઈ રામોલિયાએ ૧૦૦ નંબરમાં ફોન કરી આ બાબતની પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ આવવાની જાણ થતાં ઇસમો નાસી છૂટયા હતા.

ત્યારે ગરબા ક્લાસીસમાં આવતા તમામ સ્ટુડન્ટ અને માતાઓ બહેનો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ તેમની સુરક્ષાને ધ્યાને રાખી આ બાબતની ક્લાસીસના માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ઇસમો વિરૂદ્ધ લેખિતમાં અરજી આપી છે.હાલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








