મોરબી: મોરબીમાં ઉમિયા ગરબી મુનનગર ચોક ન્યુ ચંદ્રેસ ૧,૨ સોસાયટી દ્વારા નવરાત્રીના છઠ્ઠા નોરતે તા.૧ ઓક્ટોબર શનિવારના રોજ ભવ્ય નાટક મચ્છુ તારા વહેતા પાણી મોરબીનો ઈતિહાસ અને પેટ ભરીને હસાવે એવું માણકીની માથાકુટ ક્રોમીક નાટક ઉમિયા ગરબી, મુનનગર ચોક, ન્યુ ચંદ્રેસ સોસાયટી મોરબી ખાતે આયોજન કરવામાં આવેલ છે. તેથી મોરબીની ધર્મપ્રેમી જનતાને પધારવા સ્નેહભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમના આયોજક રાજુભાઇ દેત્રોજા પ્રમુખ, બાબુભાઈ ભાડજા, જિગનેશભાઈ કાચરોલા, મહેશભાઈ ભોજાણી તથા અશ્વીનભાઈ દેત્રોજા આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જેહમત ઉઠાવી રહ્યા છે.
