Wednesday, July 30, 2025

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 8 બોટલ સાથે એક ઝડપાયો: એકની શોધખોળ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮ બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પરથી નાશી છુટતા મોરબી સીટી એ ડીવિઝન પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી નાની બજાર વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા યોગીરાજ સિંહ ખોડુભા વાઘેલા (ઉ.વ.૩૨) અને દિપકસિંહ ખોડુભા વાઘેલા પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૮ કિં.રૂ.૨૨,૨૦૦ ના મુદામાલ સાથે આરોપી યોગીરાજ સિંહ ખોડુભાને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે પકડી પાડયા હતા. જ્યારે અન્ય એક દિપકસિંહ નામનો ઈસમ નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર