મોરબીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના સામા કાંઠે શિવપાર્ક સોસાયટી મહાદેવ મંદિર નજીક બીજી શેરીમાં આરોપી હરપાલસિંહ જીલુભા ઝાલાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે શિવપાર્ક સોસાયટી મહાદેવ મંદિર નજીક બીજી શેરીમાં આરોપી હરપાલસિંહ જીલુભા ઝાલાના કબ્જા ભોગવટા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો હરપાલસિંહ જીલુભા ઝાલા ઉવ.૪૪ રહે.શિવપાર્ક સોસાયટી મહાદેવ મંદિર નજીક બીજીશેરી મોરબી-૨, દિવ્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા ઉવ.૩૧ રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી-૨, જયેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૧ રહે. અરૂણોદયનગર સોસાયટી મોરબી-૨, અનિલભાઇ મગનભાઇ કડિવાર ઉવ.૪૯ રહે. સરસ્વતી સોસાયટી મોરબી-૨, અનિલભાઇ કુંવરજીભાઇ મુંજારીયા ઉવ.૫૧ રહે. શકતશનાળા ગામ મોરબી, વિરલભાઇ વિભાભાઇ મેવાડા ઉવ.૩૯ રહે. અરૂણોદયનગર સોસાયટી મોરબી-૨, મહેન્દ્રગીરી ખુશાલગીરી ગૈાસ્વામી ઉવ.૪૨ રહે. ન્યુ રીલીફનગર સોસાયટી મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ. ૩૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.