Monday, October 7, 2024

તાઇવાનમાં દર્દનાક ટ્રેન અકસ્માત,ચોંકાવનાર મૃત્યુઆંક આવ્યો સામે, જાણો કેટલા લોકો થયા ઘાયલ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાઇવાનમાં એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો છે. તેમાં અનેક લોકોનાં મોત નીપજ્યાં છે. અગાઉ ચાર લોકોનાં મોત થયાની પુષ્ટિ થઇ હતી, પરંતુ હવે દેશના પરિવહન મંત્રાલયે જાહેર કરેલા આંકડાથી ગંભીર ચિંતા વ્યક્ત થઇ રહી છે. પરિવહન મંત્રાલયે જણાવ્યું છે કે શુક્રવારે પૂર્વી તાઇવાનમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી જવાથી ઓછામાં ઓછા 36 લોકોનાં મોત નિપજ્યા છે અને 72 લોકો ઘાયલ થયા છે. અગાઉ ફાયર વિભાગે મૃત્યુ અને ઘાયલ થયેલા લોકોની સંખ્યા અંગે ઓછો આંક બતાવ્યો . ફાયર ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાડતુંગ જતી ટ્રેન હુડલીયનની ઉત્તરમાં એક ટનલમાં પાટા પરથી ઉતરી હતી, અને તે દિવાલ સામે ટકરાઈ હતી. વિભાગે તે દરમિયાન મૃત્યુના ચાર આંકડા આપ્યા હતા, સાથે જ એમ કહેવામાં આવ્યું હતું કે કેટલાક ગંભીર રીતે ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, મૃત્યુ અને ઘાયલ લોકોની સંખ્યામાં ભારે વધારો થયો છે. જણાવી દઈએ કે ટ્રેન અકસ્માત બાદ, બધા ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ન હતા. જેમને હળવી ઈજાઓ થઈ હતી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવાની તૈયારી ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે જાનહાનિની ​​સંખ્યામાં વધારો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ટ્રેનમાં લગભગ 350 લોકો સવાર હતા અને હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર