જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 24 ડિસેમ્બરે કેન્સર સ્ક્રીનીંગ માટે કેમ્પ યોજાશે
મોરબી જિલ્લાવાસીઓને આ કેમ્પનો બહોળો લાભ લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરાયો
મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર રોગ અંગેના સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. ૨૪/૧૨/ ૨૦૨૪, મંગળવારના રોજ મોરબી તાલુકામાં જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૧૦:૦૦ થી બપોરના ૦૨:૦૦ દરમિયાન વિવિધ પ્રકારના કેન્સર રોગ અંગે નીદાન માટે સ્ક્રીંનીંગ કેમ્પ યોજાશે.
આ કેમ્પમાં ગુજરાત કેન્સર રિચર્સ ઇન્સ્ટીટ્યુટ અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના વિવિધ કેન્સરના નિષ્ણાંતો નિ:શુલ્ક સેવા આપશે. જરૂર જણાયે દર્દીઓને આગળ તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. આ કેમ્પનો બહોળો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.