મોરબીમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા
મોરબી શહેરમાં આવેલ વજેપર શેરી નં-૧૩ જાહેરમાં ગોળ કુંડાળું કરીને તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વજેપર શેરી નં-૧૩ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઇસમોને રવીભાઈ વીનુભાઈ પોયલા રહે. કાલીકા પ્લોટ શેરી નં -૦૨ મેલડી માતાજીના મંદિર પાસે મોરબી, જયેશભાઇ હમીરભાઇ ખાંભલા રહે. લિલાપર રોડ સ્મશાન આગળ મોરબી, પુનમબેન રામજીભાઈ બાંભણીયા રહે. વજેપર શેરી નં-૧૧, જરીનબેન સલીમભાઈ સુમરા રહે. કાલીકા પ્લોટ શેરી નં -૫ તથા જશુબેન દિલિપભાઈ પોયલા રહે. ભુમી ટાવર પાછળ વાવડી રોડ મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૩૯૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.