વાંકાનેરના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ચાર ઝડપાયા, ચાર ફરાર
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડત જુગારીઓમાં નાસભાગ મચી હતી, જેમાં પોલીસે સ્થળ પરથી પત્તા ટીચતા ચાર શખ્સોને રૂ. 52,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય ચાર શખ્સો પોલીસને જોઈ નાસી ગયા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પાડધરા ગામની સીમમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). કેશાભાઈ શામજીભાઈ બાવળીયા, ૨). અનિસ ઉર્ફે અનિલ જેસિંગભાઈ ડેણીયા, ૩). ચંદુભાઈ ઉર્ફે વિનોદ કરણાભાઈ ચાવડા અને ૪). ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરાને રૂ. 53,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જ્યારે આ દરોડા દરમિયાન આરોપી ૧). સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા, ૨). પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઈ રામાનુજ, ૩). વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને ૪). પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા નાસી જતા પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.