મોરબીમાં જુગારની મોસમ પુરબહાર: તીનપત્તીનો જુગાર રમતા 12 ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીમાં જુગારની મોસમ પુરબહાર ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના ત્રાજપર ગામ અવાડપાછળથી ચાર ઈસમો તથા ભિમસર વિસ્તારમાંથી ત્રણ ઈસમો તેમજ મોરબીના સામા કાંઠે કોસ્મિક સિરામિક સામે ખોડીયાર પારની પાસે તરફ જતા રસ્તા પરથી પાંચ ઇસમો મળી કુલ ૧૨ ઈસમોને તીનપત્તીનો વડે જુગાર રમતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના ત્રાજપર ગામના અવેડા પાછળ જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુંવરીયા ઉ.વ.૩૧ રહે.ત્રાજપર ચોકડી અવેડાની બાજુમાં મોરબી-૨, ભરતભાઇ રમેશભાઇ ઝંઝવાડીયા ઉ.વ.૨૮ રહે.વીશીપરા મામાદેવના મંદિરની પાસે મોરબી, વિશાલભાઇ ગજાભાઇ સાતોલા ઉ.વ.૨૦ રહે.મંગલમ વિસ્તાર મોરબી-૨, સીકંદરભાઇ ઇસ્માઇલભાઇ દાવલીયા ઉ.વ.૩૧ રહે.કુબેર ટોકીઝ પાછળ મફતીયા પરા મોરબીવાળને રોકડ રકમ રૂ.૪૭૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
જ્યારે મોરબીના ભિમસર વિસ્તાર હનુમાન મંદિર પાસે શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો ધીરૂભાઇ સામજીભાઇ પરમાર ઉવ.૬૦ રહે. શિવમ હોસ્પિટલ પાછળના ભાગે ભક્તિનગર સોસાયટી મોરબી-૨, રવિભાઇ જયસુખભાઇ જાલા ઉવ.૩૨ રહે. વજેપર ગામ ભંગીવાસ મોરબી, ભાણજીભાઇ પ્રાગજીભાઇ વાધેલા ઉવ.૩૯ રહે.જેલરોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૫૫૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
તેમજ મોરબીના સામા કાંઠે કોસ્મિક સિરામિક સામે ખોડીયાર પારની પાસે તરફ જતા રસ્તા પર રોડ કાંઠે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો પ્રકાશભાઈ અજીતભાઈ હળવદીયા ઉવ.૨૫ રહે. ઈંન્દીરાનગર પાવર હાઉસ ની બાજુમા મોરબી-૨, રોહીતભાઈ ભુપતભાઈ કુઢીયા ઉવ.૩૨ રહે. રહે. ઈંન્દીરાનગર પાવર હાઉસની બાજુમા મોરબી-૨, અજયભાઈ વલ્લ્ભભાઈ હળવદીયા ઉવ.૨૬ રહે. મહેંન્દ્રનગર મહાકાળીના મંદીરની પાસે મોરબી-૨, જીગાભાઈ બાબુભાઈ ઓગાણીયા ઉવ.૨૮ રહે. હાઉસીગ બોર્ડ જલારામ કરીયાણાની દુકાની બાજુમા મોરબી-૨, સાગરભાઈ રમેશભાઈ હળવદીયા ઉવ.૩૫ રહે. ઈંન્દીરાનગર ખોડીયાર મંદીર પાસે મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૬૪૫૦ નાં મુદ્દામાલ મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
તમામ ઈસમો વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.