Sunday, September 8, 2024

KBC 13 Registration 2021 : કેબીસીનું રજિસ્ટ્રેશન આજથી શરૂ,આ શોમાં જોડાવવા માટે આવી રીતે કરો અપ્લાઈ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

અમિતાભ બચ્ચનના ચાહકો માટે સારા સમાચાર, સદીના સુપરસ્ટારને પડદા પર જોવાની તક મળવાની છે. આજથી કેબીસી ૧૩ની નોંધણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જ્યારે પણ શો શરૂ થાય છે, ત્યારે હજારો લોકોના મનમાં હોટ સીટ પર બેસવાની અપેક્ષા હોય છે. અત્યાર સુધીની 12 સીઝનમાં આ શોએ ઘણા લોકોને લાખોપતિ અને કરોડપતિ બનાવ્યા છે. શું આ શોમાં જવા માટે તમે તમારી કિસ્મત અજમાવવા માગો છો ? તો તૈયાર થઈ જાઓ, કારણ કે અમે તમને નોંધણીની આખી પ્રક્રિયા જણાવીશું.

નોંધણીની પ્રક્રિયા આજે શરૂ થઈ.

સોની ટીવીએ સોશિયલ મીડિયા પર ‘કૌન બનેગા કરોડપતિ 13’ સંબધિત જાણકારી આપતા એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘ટ્રાય, વર્ક એન્ડ સ્ટડી આ તમને હોટ સીટ પર લાવી શકે છે! અમિતાભ બચ્ચનજીને મળવાની અને કરોડપતિ બનવાની તક મેળવો. આવતીકાલે રાત્રે ૯ વાગ્યાથી કેબીસી ૧૩ માટે રજિસ્ટ્રેશન કરો અને પ્રશ્નોના જવાબ આપો’. તમને જણાવી દઈએ કે ગત વખતની જેમ આ વખતે પણ પસંદગીપ્રક્રિયા ઓનલાઇન હશે. તમે આ રીતે નોંધણી કરાવી શકો છો.

કેબીસી ૧૩ માટે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપવા માટે Sonyliv એપ્લિકેશન ડાઉનલોડ કરો. પ્રશ્ન પ્રસારિત થતાં જ તે પ્રશ્નનો સાચો જવાબ એપ્લિકેશન મારફતે મોકલી શકાય છે. તે પહેલાં એપ્લિકેશનમાં લોગિન કરવું મહત્વપૂર્ણ છે. એપ્લિકેશન ઉપરાંત કેબીસી 13 માટે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ www.sonylive.com પર પણ યોગ્ય રીતે આપી શકાય છે. અહીં પણ તમારે તમારા વિશે ઘણી માહિતી ભરવાની રહેશે.

કેબીસી 13ના રજિસ્ટ્રેશન માટે અરજી કરો.
રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સોમવાર, 10 મેથી શરૂ થઈ ગઈ છે. અમિતાભ બચ્ચનના સવાલનો જવાબ રોજ રાત્રે 10 વાગ્યે આપીને તમે તમારી જાતને રજિસ્ટર કરી શકો છો. આ માટે તમારે SMS અથવા Sonyliv એપ પર મેસેજ મોકલવાની જરૂર છે.

પ્રથમ પડાવમાં, સાચા ઉત્તરદાતાઓને પસંદ કરી તેની લિસ્ટ બનાવવામાં આવશે. ત્રીજા પડાવમાં પસંદ કરાયેલા લોકોને સામાન્ય જ્ઞાન સંબંધિત કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. ચોથા રાઉન્ડમાં પસંદગી પામેલા લોકોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર