Wednesday, May 14, 2025

હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડવા તેમજ અસરકારક કામગીરી કરવા સારૂ, ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીનાઓને જરૂરી સુચના કરતા પોલીસ ઇન્સ. એલ.સી.બી.મોરબીના માર્ગદર્શન હેઠળ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા.

દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના, ASI જયવંતસિંહ ગોહીલ તથા HC પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૦૧૭૫/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૧૨૦બી,૩૭૯,૧૧૪ તથા MMRD એકટની કલમ-૪(એ),૨૧ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રહીમભાઇ હુશેનભાઇ રાઉમા રહે. હાલ સામખીયારી જી.કચ્છ મુળ ગામ ઢગા તા.સામખીયારી જી.કચ્છ વાળો હાલે સામખીયારી ખાતે તેના રહેણાંક મકાને હોવાની હકીકત મળતા સ્ટાફ સાથે મજકુર આરોપીના રહેણાંક મકાન સામખીયારી ખાતે તપાસ કરતા મજકુર આરોપી રહીમભાઇ સઓ હુશેનભાઇ ગુલમામદ રાઉમા જાતે મુસ્લીમ ઉ.વ. ૪૪ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ સામખીયારી શાંતીનગર તા.સામખીયારી જી.કચ્છ મુળ ગામ ઢગા તા.સામખીયારી જી.કચ્છ વાળો મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.માં સોપવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર