Saturday, July 27, 2024

ખોવાયેલ મોબાઈલ ફોન મૂળ માલિક સુધી પહોંચાડવા મદદરૂપ થતા “સ્ટુડન્ટ પોલીસ કેડેટ”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત “સ્ટુડન્ટ પોલીસ કેડેટ” (એસ.પી.સી.) પ્રોગ્રામ અંતર્ગત વિધાર્થી/ વિધાર્થીઓને કાયદાનું સ્વેચ્છાએ પાલન કરે, કાયદાને આદર આપે યુવા પેઢીનું આદર્શ ઘડતર થાય અને તેઓમાં આદર્શ નાગરીક ભાવના પેદા કરવાના હેતુથી કાર્યરત હોય જેમાં જે તે પોલીસ સ્ટેશનમાંથી પોલીસ કર્મચારીઓ તાલીમા માટે ફાળવવામાં આવે છે.

ઉપરોક્ત પ્રોજેકટ અંતર્ગત મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ પ્રાથમિક શાળા તેમજ જ્ઞાનજ્યોત વિધાલયમાં વિધાર્થીઓને તાલીમ આપવાનું ચાલુમાં છે. જે સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ લઇ રહેલા જ્ઞાનજયોત વિધાલયના એસ.પી.સી.કેડેટ રાહુલભાઇ વિજયભાઇ સોલંકી નાઓને તા.૧૩/૦૧/૨૦૨૪ ના રોજ નવલખી રોડ ઉપરથી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મળી આવતા તેણે તેમને તાલીમ આપતા બી ડીવી પો.સ્ટે.ના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયાજાદવ નાઓને જાણ કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશને ફોન જમા કરાવેલ જે મોબાઇલ ફોનના માલિકની ખરાઇ કરી બી ડીવી પોલીસ દ્વારા મો.ફોનના મુળ માલિક હેમુભાઇ ભવાનભાઇ ચાવડા કોળી ઉવ.૩૮ ધંધો.મજુરી રહે.નવા જાંબુડીયા શક્તિપરા તા.જી.મોરબી વાળાઓને સોંપી આપેલ હતો.

આમ મોરબી સીટી બી ડીવી પોલીસના ડ્રિલ ઇન્સ્ટ્રકટર તુષારભાઇ કણઝરીયા તથા કાજલબેન કટકીયાજાદવ નાઓની યોગ્ય તાલીમ દ્રારા “સ્ટુડન્ટ પોલીસ કેડેટ” પ્રોજેકટ અન્વયે વિધાર્થીમાં આદર્શ નાગરીક ભાવના પેદા થયાનું ઉત્તમ ઉદાહરણ ધ્યાને આવેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર