મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટીનો સેવા એજ પરમોધર્મ સૂત્રને સાર્થક કરતો એક સેવાકીય પ્રોજેકટ કરવામાં આવ્યો જેમાં ડાયભાઈ નામની વ્યક્તિને આ ટ્રાયસિકલ હસમુખભાઈ બી. પાડલીયા દાતા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ટી. સી. ફુલતરિયા પાસ્ટ પ્રમુખ લા ભીખાભાઈ લોરિયા લા. મહાદેવભાઈ ચિખલિયા લા. પી. એ. કાલરીયા તેમજ સતેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના હસ્તે ફૂલહાર પહેરાવીને અર્પણ કરવામાં આવી.
આ સેવાકીય પ્રવૃત્તિના પ્રેરક માર્ગદર્શક સૌરાષ્ટ્ર કચ્છના પ્રથમ વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા હતા આવા અનેક સેવાકિય પ્રોજેક્ટમાં તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે દિવ્યાંગ ડાયાભાઈ આ સાયકલથી સમાજ સાથે હરીફરી શકે અને સમાજ સાથે રહી શકે તેવી ભાવના આ સાથે વ્યકત કરવામાં આવી તેમ સેક્રેટરી લા. ટી. સી. ફૂલતરિયાની યાદીમાં જણાવ્યું હતું.
ટંકારા તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતા નબળાભાઈ નવલભાઈ કટારા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.
જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ...
મોરબી જીલ્લાના એક દર્દી જેમની ઉમ્ર 55 વર્ષ છે જેમને બેભાન હાલત માં આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી માં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. ઉત્તમ પેઢડીયા સાહેબ કે જે જનરલ ફીઝાશિયન તેમજ ક્રીટીકલ સ્પેશિયાલિસ્ટ છે. તેમને દર્દી ની તપાસ કરતા તેમજ દર્દી ના સગા ને દર્દી ની જાણકારી પુછતા જણાયું...