લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા બીજી ઓક્ટોબરે નવરાત્રી મહોત્સવમાં નાની-મોટી ૭૦ બાળાઓને પ્રોત્સાહિત કરાઈ
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમા બીજી ઓકટોમ્બરે ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે તેમજ વિશ્વવૃદ્ધ દિવસના રોજ નવલખી રોડ પર આવેલ રણછોડનગર સોસાયટીમાં સાઈ મંદીર તથા હનુમાનજી મંદિરના પટાંગણમાં ગરીબ પરિવારની બાળાઓ કે જેઓએ નવરાત્રિ ગરબીમાં ભાગ લીધો હોય તેવી નાની મોટી ૭૦ બાળાઓ અને સેવક બહેનોને પ્રોત્સાહીત કરતા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર સેક્રેટરી, કેશુભાઈ ખજાનચી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ, ટી.સી. ફુલતરિયા સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર, રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મનીલાલભાઈ કાવર, મહાદેવભાઇ ચિખલિયા, પ્રાણજીવન ભાઈ રંગપડીયા તથા મંદિરના સંચાલક પુજારી બાબુભાઈ અને સોસાયટીના રહીશોની હાજરીમાં બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ સભ્યો એ પ્રોત્સાહિત કરી સાથે નાની બાળાઓના ગરબા રાશ નિહાળી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ બાળાઓ પણ ખૂબજ ખુશ થઈ આ રીતે સ્લમવિસ્તારની દીકરીઓને મદદરૂપ થઈ દરેક સભ્યો આંનંદિત થયા છે.
