મોરબીની ભૂમિ એટલે દિલેર દતાઓની ભુમિ,મોરબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા.એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે,બૂટાવાડીના ભુરજીભાઈ પરમાર દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે.
ત્યારે આ વર્ષે ભુરજીભાઈએવજેપરવાડી, માધાપરવાડી,બુટાવાડીબોરીયાપાટી,સભારાવાડી,તેજાણીવાડી વગેરે પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર 200 જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે.
ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે દાતા ભુરજીભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
મોરબી: મનો દિવ્યાંગ બાળકોનો સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગર ખાતે તા. 30 એપ્રિલ ના રોજ યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લાના 5 મનો દિવ્યાંગ બાળકોએ સ્ટેટ લેવલની ચેમ્પિયન શિપમાં ભાગ લીધો હતો.
સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપમાંથી નેશનલ લેવલની ચેમ્પિયનશિપમાં જનારા તમામ દિવ્યાંગ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.