માળીયાના વાગડીયા ઝાંપા પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની આઠ ફિરકી સાથે એક ઇસમ ઝડપાયો
માળીયા મીયાણા શહેરમાં આવેલ વાગડીયા ઝાંપા પાસેથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફિરકી નંગ-૦૮ કિંમત રૂ.૩૨૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીના વેચાણ અંગે મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય જે અનુસંધાને માળીયા મીયાણા પોલીસ ચેકિંગમા હોય તે દરમિયાન માળીયા મીયાણાના વાગડીયા ઝાંપા પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ચાઇનીઝ ફિરકી નંગ-૦૮ કિંમત રૂ.૩૨૦૦ ના મુદામાલ સાથે આરોપી રવિભાઈ ચંદુભાઈ ધામેચા (ઉ.વ.૨૦) રહે. ખાખરેચી ખાડી વસાહત તા. માળીયા મીયાણાવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ લાલજીભાઇ રહે. જેતપર તા. મોરબીવાળા પાસેથી ચાઇનીઝ દોરી ખરીદી હોવાનું ખુલચા બંને ઈસમો વિરૂદ્ધ બી.એન.એસ કલમ-૨૨૩, તથા જી.પી.એકટ.૧૩૧,૧૧૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.