માળિયા ભીમસર ચોકડીથી – હળવદ રોડ જી.કે. હોટલ નજીક દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો
માળીયા (મી): માળિયા ભીમસર ચોકડીથી – હળવદ રોડ જી.કે. હોટલ પાસે દેશી હાથ બનાવટી તમંચા સાથે એક ઈસમને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળિયા ભીમસર ચોકડીથી – હળવદ રોડ જી.કે. હોટલ પાસે આરોપી દોસમામદ મહંમદભાઇ કટીયા (ઉ.વ.૫૦) રહે. માળીયા વાડા વિસ્તાર જુના રેલ્વે સ્ટેશન પાસે તા. માળીયા (મી) વાળા પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો હથિયાર નંગ -૧ કિં રૂ.૫૦૦૦ ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.