માળીયા ફાટક પાસે પેસેન્જર ઓછા વધતા ભાડા બાબતનો ખાર રાખી યુવક પર છરી વડે હુમલો
મોરબી માળિયા ફાટક પાસે વડવાળા ચાની કેબીન પાસે યુવક સિએનજી રીક્ષા ભાડામાં ચલાવતો હોય અને આરોપી પોતાના ભાઈની રીક્ષા તથા તેનો ભાણેજ પણ રીક્ષા પેસેન્જર ભાડામાં ચલાવતો હોય જેથી આરોપીએ યુવક પાસે પચ્ચાસ રૂપિયા માંગતા યુવકે ન આપતા આરોપીએ પેસેન્જર ઓછા વધતા ભાડાનો ખાર રાખી યુવકને છરી વડે ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરેલ હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર અબાસની દુકાન પાસે રહેતા રણછોડભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૨૮) એ આરોપી અબ્બાસભાઈ અલારખાભાઈ મોવર રહે. ટીંબડી પાટીયા પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી પોતાની માલિકીની સી.એન.જી.રિક્ષા પેસેન્જર ભાડામા ચલાવતા હોય અને આરોપી પોતાના ભાઇ ઇમરાનની સી.એન.જી. રિક્ષા તથા તેનો ભાણેજ સબ્બિર પણ સી.એન.જી. રિક્ષા પેસેન્જર ભાડામા ચલાવતો હોય જેથી આરોપીએ ફરિયાદી પાસે પચ્ચાસ રૂપિયા માંગતા તે ફરિયાદીએ નહી આપતા ફરિયાદી તથા આરોપી રિક્ષા ચલાવતા હોય અને પસેન્જર ઓછા વધતા ભાડા બાબતેનો ખાર રાખી ફરિયાદીને દાઢીના ભાગે ચપ્પુ (છરી) નો એક ઘા મારી ઇજા કરી બિભત્સ ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.