મોરબી માળિયા હાઈવે રોડ ઉપર પાનની દુકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી માળિયા હાઈવે રોડ પર આવેલ ધ ફન હોટલની બાજુમાં આવેલ ડીલક્ષ પાનની દુકાનમાંથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી.ની ટીમ ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે નવઘણભાઈ કિશોરભાઈ છીપરીયા રહે. કુબેરનાથ સોસાયટી મોરબી વાળો માળીયા-મોરબી હાઇવે ધ ફર્ન હોટલની સામે હોટેલ ફન ઈમ્પીરીયલની બાજુમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની ડીલક્ષ પાનની દુકાનમાં માં ગેરકાયદેસર રીતે મેફેડ્રોન પાવડરનો જથ્થો રાખી પોતાના ગ્રાહડોને ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ઇસમ પાસેથી મેફેડ્રોન પાવડર ૧૪ ગ્રામ કિ.રૂ. ૪૨,૦૦૦, મેફેડ્રોન પાવડરનુ વેચાણ કરી મેળવેલ રોકડ રૂપીયા ૨૯,૭૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૩૦,૦૦૦/- વિગેરે મળી ડુલ કિ.રૂ. ૧,૦૧,૬૦૦ મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી. એસ. એકટ કલમ-૮ (સી) ૨૧ (બી) ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્રારા હાશ ધરેલ છે.