માળિયા હાઇવે પર આવેલી હોનેસ્ટ હોટેલની છત પડતાં મહિલા નું મોત
મોરબી જિલ્લામાં બિપરજોય વાવઝોડાના કારણે સમગ્ર મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે પવનની ગતિ એટલી બધી વધારે છે કે વૃક્ષ અને મસમોટા હોર્ડિંગસ નીચે તૂટી પડ્યા છે આવી સ્થિતિમાં જાન માલને મોટું નુકશાન થવાની ભિતી હોવાથી લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા વારંવાર સુચના આપવામાં આવવા છતાં કેટલાક લોકો તેને ગંભીર ન લેતા હોય અને. આવી સ્થિતિમાં બાહર નીકળી પડતાં હોયછે ક્યારેક આવી બેદરકારી ભારે પડી શકે છે
મળતી માહિતી મુજબ મોરબીમાં આવી એક બેદરકારી સામે આવી છે જેમાં મોરબીના નાની વાવડી ગામના વતની અશોકભાઈ અને રાજશ્રી બેન અશોકભાઈ નામના દંપતી કારમાં માળિયા તરફ ગયા હતા જ્યાં આવેલ હોનેસ્ટ હોટેલ પાસે પહોંચ્યા હતા આ દરમિયાન ભારે પવનના કારણે હોટેલ નજીક આવેલ પતરા ની છત નીચે પડી હતી જેમાં મહિલા નીચે દબાઈ જતાં મોત નીપજયું હતું .