માળીયા (મી) કરણી સેના દ્વારા રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા મામલતદારને રજૂઆત
માળીયા (મી): થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજ વિશે ટીપણી કરેલ જેના કારણે ક્ષત્રિય સમાજની લાગણી દુભાતા માળીયા (મી) કરણી સેના દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા લેખીત રજુઆત કરી છે.
માળીયા (મી) કરણી સેના દ્વારા માળિયા તાલુકા મામલતદારને લેખીત રજુઆત કરી છે કે થોડા દિવસ પહેલા રાજકોટ ખાતે એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા એ ક્ષત્રીય સમાજ દેશના રાજા-મહારાજા અને તેમની દીકરીઓ અને મહિલાઓ વિરુધ્ધ ભાસણ કરી સમગ્ર ક્ષત્રીય સમાજની લાગણી દુભાવેલ છે અને ક્ષત્રીય સમાજની આત્મ સન્માન અપમાન કરેલ છે જેનાથી ક્ષત્રીય સમાજને ખુબ જ આધાત લાગેલ હોય અને રાષ્ટ્રની સેવા કાજે હજારો વર્ષથી ક્ષત્રીય સમાજ બલિદાન આપતો આવ્યો છે ને હિંન્દુ ધર્મની રક્ષા કરનાર સમાજ વિશે પરસોતમભાઈ રૂપાલાજીએ જે રીતે એલફેલ ભાષામાં જાહેર પ્રવચન કરેલ છે તેનાથી ક્ષત્રીય સમાજ માં ખુબ જ આક્રોસ વ્યાપેલ છે.
ઉલ્લેખનીય છે કે રૂપાલાજી એ ક્ષત્રીય સમાજની લાગણી દુભાવેલ હોય તેઓની લોક સભાની ટીકીટ તાત્કાલિક અસરથી રદ કરાવવા અને તે બાબતે લગતી તમામ પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા તેમજ ચુંટણી પંચ સમક્ષ પણ તેઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવા ક્ષત્રીય સમાજ ની દૃઢ માંગણી છે તો તે બાબતે તાત્કાલિક પગલા લેવા માળિયા (મી) કરણી સેના દ્વારા માળિયા મીયાણા મામલતદારને લેખીત રજુઆત કરી છે.