માળીયા નેશનલ હાઇવે પર ટ્રકમાં પાવડરની આડમાં છુપાવેલ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
માળીયા (મીં) નેશનલ હાઇવે રોડ ઉપર આરામ હોટલની સામે હાઈવે રોડ પરથી ટ્રકમાં માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બીયર ટીન નંગ -૨૨૫૬ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૩૩,૪૫,૧૬૬ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્ત ખાનગી રાહે બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા માળિયા (મી) નેશનલ હાઇવે પર આરામ હોટલની સામે હાઈવે રોડની સાઈડમાં આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા ટાટા ટ્રક નંબર -આર.જે.-૧૪-જીએચ-૨૧૩૭ વાળીમા માટીની પાવડરની બોરીઓની આડમાં છુપાવેલ બીયર જથ્થો બીયર ટીન નંગ -૨૨૫૬ કી.રૂ.૨,૮૨,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- તથા ગાડી કી.રૂ.૩૦,૦૦,૦૦૦/- તથા, માટીની પાવડરની બોરીઓ વજન ૩૫.૭૪૦ ટન કિ.રૂ.૫૮,૧૬૬/ મળી કુલ કિ.રૂ.૩૩,૪૫,૧૬૬/- ના મુદામાલ સાથે આરોપી ટ્રક ચાલક ટીકારામ પોખરમલ વર્મા (ઉ.વ.૩૪) રહે. રાજસ્થાન વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર રોહિત નામના શખ્સનું નામ ખુલતા મોરબી પેરોલ ફર્લો સ્કોડે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ માળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.