Wednesday, May 14, 2025

માળીયા ફાટક નજીક 7 લાખાથી વધુના હેરોઈનના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળિયા ફાટક આગળ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ પરના પીકપ બસ સ્ટેશન પાસેથી ૧૪૯.૬૦ ગ્રામના જથ્થા સાથે બે ઈસમોને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ માળિયા ફાટક આગળ મોરબી માળિયા નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ પરના પીકપ બસ સ્ટેશન પાસેથી મોરબી એસ.ઓ.જી. પોલીસે રેઇડ દરમ્યાન પકડાયેલ બંને આરોપીઓ પૈકી આરોપી કૈલાશ ગોરખરામ નાઈ (ઉ.વ.૨૩) રહે. બાડમેર રાજસ્થાનવાળાના કબ્જામાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ૧૪૯.૬૦ ગ્રામ કિ.રૂ.૭,૪૮,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫૦૦૦/- તથા એક આધારકાર્ડની નકલ કિ.રૂ.૦૦/- ગણી તેમજ આરોપી રમેશકુમાર મોહનરામ સિયાગ રહે. બાડમેર રાજસ્થાનવાળાના કબજામાંથી રોકડા રૂપીયા ૪૬૦૦/- તથા એક ડ્રાઇવીંગ લાયસન્સ નકલ તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૫,૫૦૦/-મળી કુલ કિ.રૂપીયા ૭,૬૩,૧૦૦/-ના મુદ્દામાલ મળી આવતા બન્નેને ઝડપી પાડી પુછપરછ કરતા આરોપી કૈલાશએ હેરોઇનનો જથ્થો આરોપી રમેશકુમાર પાસેથી મેળવેલ અને આરોપી રમેશકુમારએ આ હેરોઇનનો જથ્થો આરોપી દીનેશ બિશ્નોઈ રહે. સાંચોર રાજસ્થાવાળા પાસેથી મેળવેલ હોય જે રેઇડ દરમ્યાન હાજર નહી મળી આવતા પકડવા પર બાકી રહેલ હોય જેથી આ કામના ત્રણેય આરોપીઓએ સાથે હેરોઇનનો જથ્થો હેરફેર કરતા હોવાથી ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ. એકટની કલમ ૮(સી),૨૧(બી)૨૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર