માળીયાના ભાવપર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામની તળાવની પાળ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળીયા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે બે શખ્સો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામની તળાવની પાળ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો દિનેશભાઇ હરીભાઇ બરબચીયા (ઉ.વ ૪૫) રહે. મોટાભેલા તા માળીયા મી., શૈલેષભાઇ મનહરભાઇ ફુલતરીયા (ઉ.વ ૩૩) રહે. ગામ ભાવપર તા માળીયા મી, જયદિપસિંહ રણજીતસીંહ જાડેજા (ઉ.વ-૩૦) રહે. ગામ ભાવપર તા માળીયા મી, મુકેશભાઇ કચરાભાઇ ફુલતરીયા (ઉ.વ ૩૯) રહે ભાવપર તા માળીયા મી.વાળાને રોકડા રૂપીયા ૮૪૨૦/-તથા મોટરસાયકલ -૦૪ જેની કિમત રૂ ૮૦,૦૦૦/- એમ મળી કુલ મુદામાલ કિ.રૂ ૮૮,૪૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો કાંતીભાઇ ધરમશીભાઇ સરડવા રહે મોટા ભેલા તથા અલ્પેશભાઇ ઉર્ફે બુગી કેશુભાઇ કલોલા રહે મોટાભેલાવાળો સ્થળ પરથી નાસી છુટતા કુલ છ ઈસમો વિરૂદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.