માળીયા ફાયરિંગ પ્રકરણનો ભેદ ઉકેલાયો; દેવુ વધી જતાં ત્રણ લાખ આપી પોતે જ ફાયરિંગ કરાવ્યુંનુ આવ્યું સામે
માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા દહીંસરા નજીક પાવર હાઉસ પાસે મોરબીના બિલ્ડરના પુત્ર ગોપાલભાઈ ગામી ઉપર ફાયરિંગ કરી બે શખ્સો નાસી ગયા હતા જેમાં તપાસ કરતા બિલ્ડરના પુત્રને દેવું વધી જતાં ત્રણ લાખ રૂપિયા આપી પોતે જ પોતા પર ફાયરિંગ કરાવ્યું હોવાનું ખુલ્યું છે. મોરબી એલસીબી પોલીસે ફાયરિંગ કરનાર બે શખ્સોને પિસ્તોલ, રોકડ રકમ અને ત્રણ સહિત કુલ કિં રૂ. ૧,૪૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.
ગત તા. ૨૦ મેં ના રોજ રાત્રીના સમયે માળિયાના મોટા દહીસરાથી નવલખી રોડ પર મોરબીના બિલ્ડરના પુત્ર તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામી (ઉ.વ.૪૬) વાળા કાર લઈને ઉભા હતા ત્યારે એક ઇસમેં ગાડીનો કાચ ખોલાવી ગાળો બોળી ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને તમંચા જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.
જેથી આ ગુન્હાના આરોપીને શોધી કાઢવા મોરબી એલસીબી પોલીસ તપાસ હાથ ધરતા બનાવ સ્થળની આજુબાજુમાં આવેલ દુકાન હોટલ તથા પેટ્રોલપંપ વિગેરે જગ્યાઓએ લગાડેલ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસતા તેમજ ટેકનીકલ અને હ્યુમન એનાલીસીસ કરતા આ ગુનામા સંડોવાયેલ બે શકમંદ ઇસમો પરેશભાઇ ગોપાલભાઇ ઉઘરેજા રહે. મોરબી પંચાસર રોડ તેમજ મકસુદ મહમદભાઇ હુસેનભાઇ નકુમ રહે. જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી નાઓને એલ.સી.બી. કચેરી ખાતે પુછપરછ અર્થે લાવી યુક્તિ પ્રયુક્તિ વડે પુછપરછ કરતા ફરીયાદી તરૂણભાઇ ઉર્ફે ગોપાલભાઇ હંસરાજભાઈ ગામી રહે. પ્રમુખ એપાર્ટમેન્નટ મોટી કેનાલ અવની ચોકડી પાસે મોરબી મુળ રહે. હજનાળી તા.જી.મોરબી વાળાને ધંધામાં પૈસાનુ દેણુ વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ન પડે તે સારૂ પોતે પોતાની ઉપર ફાયરીંગ કરવા આરોપીને જણાવતા તેઓએ આરોપી મહમદભાઇ નકુમ રહે. જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી વાળાનો સંપર્ક કરાવી ગોપાલભાઇ ગામી ઉપર ફાયરીંગ કરવાના રૂપીયા ૩,૦૦,૦૦૦/- આપવાના નક્કી કરી ફરીયાદીએ પોતેજ આ કાવતરૂ રચેલ હોય અને પોતે એક પિસ્તોલ તથા ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેણે આ ફાયરીંગ કરેલ હતુ અને નક્કી થયા મુજબ આ મકસુદને રૂપીયા ૩,૦૦,૦૦૦/- પૈકીના રૂપીયા ૧,૫૦,૦૦૦/- આપી દીધેલ હોવાનુ તેમજ ફાયરીંગ કરેલ તે પિસ્તોલ પણ આ મકસુદ પાસે હોવાનું જણાવેલ હોય તેમજ આ ગુનામાં વાપરેલ પિસ્તોલ તથા આ ગુનો આચરવા માટે લીધેલ રોકડા રૂપીયા તથા બન્ને આરોપીઓએ ગુનામાં વાપરેલ મોબાઇલ ફોન કબ્જે કરી બન્ને આરોપીઓને પકડી પાડી ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે માળીયા (ર્મિ) પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે. હાલે આ ગુનાની ઉંડાણપુર્વક તપાસ ચાલુ છે.
