માળીયાના ખાખરેચી ગામે નજીવી બાબતે દંપતી પર પાંચ શખ્સોનો હુમલો
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે વણકર વાસમાં રહેતા યુવક પોતાના ઘરની સામે ચોકમાં ખાટલો નાખીને બેઠા હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતા પાંચ શખ્સોએ યુવકને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો તેમજ યુવકને છોડાવવા વચ્ચે પડેલ યુવકની પત્નીને પણ આરોપીઓ દ્વારા મુંઢમાર માર્યો હોવાની માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા હિતેશભાઈ કેશુપરી પરમાર (ઉ.વ.૨૨) એ આરોપી જયેશપરી વસંતપરી પરમાર, ગૌતમપરી જીવણપરી પરમાર, વિજયપરી વસંતપરી પરમાર, ગીતાબેન વસંતપરી, મીનાબેન જીવણપરી રહે.બધા ખાખરેચી તા. માળિયા (મીં)વાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાના ઘરની સામે ચોકમાં ખાટલો નાખીને બેઠા હોય તે સારૂં નહીં લાગતા આરોપીઓ ફરીયાદીને લાકડાના ધોકા વડે મારમારી ફરીયાદીને વચ્ચે પડતા આરોપીઓ જતા રહેલ બાદમાં ફરીયાદીના પત્નીને આરોપીઓએ ઢીકાપાટુનો મારમારી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.