માળિયાના મોટી બરાર ગામે મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો
માળિયા (મી) તાલુકાના મોટી બરાર ગામે ફરીયાદી મહિલા સંડાસ બાથરૂમ બનાવતા હોય અને તેનો પાયો ખોદેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ પાયો બુરતા હોય જે પાયો બુરવાની ના ફરીયાદી મહિલાએ ના પાડતા આરોપીઓએ ફરીયાદીને તથા સાથી ને મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટી બરાર ગામે રહેતા ભારતીબેન દિપકભાઈ મુન્સી (ઉ.વ.૨૮) એ આરોપી ભુરાલાલ ખીમજીભાઈ મુછડીયા તથા જયાબેન ભુરાલાલ મુછડીયા અને દક્ષાબેન વિરજીભાઈ મુછડીયા રહે. બધા મોટી બરારવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૯-૧૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીને પોતાના ઘરે જગ્યા બાબતે આરોપી ભુરાલાલ સાથે વિવાદ ચાલતો હોય અને તે જગ્યા પર ફરીયાદી સંડાસ બાથરૂમ બનાવતા હોય અને સંડાસ બાથરૂમનો પાયો ખોદેલ હોય જે બાબતે ખાર રાખી આરોપી ભુરાલાલ પાયો બુરતા હોય જે પાયો બુરવાની ફરીયાદીએ ના પાડતા એક્દમ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ અપશબ્દો બોલી અને પથ્થરનો ઘા મારી કમરના ભાગે મુંઢ ઇજા કરી ફરીયાદી તથા સાથી નિશાબેન આરોપીને સમજાવવા જતા આરોપી જયાબેન તથા આરોપી દક્ષાબેનએ ફરીયાદી તથા તેના સાથી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી અને બોલાચાલી કરી તેમજ ફરીયાદી તથા સાથીને આરોપી ભુરાલાલએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ભારતીબેને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
