માળિયાના સરવડ ગામ નજીક રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
માળિયા (મી): માળિયા (મી) તાલુકાના સરવડ ગામ પાસે રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ભગવતીપરામા રહેતા દાનાભાઈ જશાભાઇ ટોયટા (ઉ.વ.૪૫) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -GJ-07- UU-3238 ના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૧૨-૨૦૨૩ ના રોજ સાંજના સવા પાંચેક વાગ્યાના અરસામાં આરોપી એ પોતાના હવાલા વાળી ટ્રક રજીસ્ટર નં.-GJ-07-UU-3238 વાળી પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે રોંગસાઇડમા ચલાવી રમેશભાઇ ભલાભાઇ ટોયટાના મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-36-N-2375 ને ઠોકર મારતા તેને કપાળના ભાગે તથા આંખના ભાગે તથા જમણા હાથમા તથા પગમા ગંભીર ઇજા થયેલ હતી અને ડાબો પગ કપાય જતા તથા શરીરે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી તેમજ ટ્રકમા સાથે બેઠેલ અન્ય ઇસમને માથા ભાગે તથા શરીરે ઇજા પહોંચાડી ટ્રક ડ્રાઇવર ટ્રક મુકી નાશી ગયો હતો જેથી આ બનાવ અંગે દાનાભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.