માળિયા :- દારૂની ૮૬ નંગ બોટલ સાથે બુટલેગરને પકડી પાડતી માળિયા પોલીસ.
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા તાલુકા પોલીસ સ્ટાફ કાર્યરત હોઈ ત્યારે માળિયા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે માળિયાના નાના દહિસરા ગામે રહેતા એક ઇસમના ઘરમાં વેચાણ અર્થે રાખ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે હકીકત વાળી જગ્યા પરથી નાના દહિસરા ગામે રહેતા અનિલભાઈ અરજણભાઇ ચાવડા તથા ઈરફાનભાઈ અલીભાઈ સુમરાv પોતાના રહેણાક મકાનની પાછળ વાડામાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા આ તમામ જથ્થો મેકડોવેલ નંબર ૧ ક્લાસિક બ્લેંડ વ્હિસ્કી ઓરીજીનલ ૭૫૦ એમએલ વાળી ૮૬ નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત ૩૩,૨૫૦/- રૂપિયા હોઈ જે તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ત્યારે હકીકત વાળી જગ્યા પરથી આરોપી અનિલભાઈ અરજણભાઇ ચાવડા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હજુ એક આરોપીને પકડી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.