Thursday, April 18, 2024

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : રાજકોટમાં એક કલાકમાં અનરાધાર એક ઈંચ વરસાદ, ઠેર- ઠેર પાણી ભરાયા…

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજ સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક બપોરના 1 વાગ્યે મેઘરાજાએ શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ. જંક્શન પ્લોટ સહિતના વિસ્તારોમાં પોતાની તોફાની બેટિંગ શરૂ કરી છે. એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ પણ ધોધમાર વરસાદ ચાલુ છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને રાજકોટમાં NDRFની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કોરોનાની કળ વળતા જ ધોધમાર વરસાદમાં લોકો ન્હાવા માટે રેસકોર્સ રિંગ રોડ પર આવી ગયા છે.

150 ફૂટ રિંગ રોડ પર એક-એક ફૂટ સુધી પાણી ભરાયા…

શહેરના યુનિવર્સિટી રોડ, રેલનગર, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સમગ્ર શહેરમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. બીજી તરફ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા માટે યુવાધન બહાર ન્હાવાનો આનંદ માણી રહ્યું છે. ધોધમાર વરસાદથી 150 ફૂટ રિંગ રોડ પર એક-એક ફૂટ સુધી પાણી ભરાયા છે…

તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી…

રાજકોટ શહેરમાં ચોમાસાની સીઝનની શરૂઆતમાં જ પ્રી-મોન્સૂન પ્લાન અંગે સવાલો ઊભા થયા છે. પ્રથમ વરસાદમાં જ શહેરમાં પાણી ભરાય ગયાં છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ગઇકાલે પોલીસ કમિશનર કચેરીની પાસે પણ વરસાદ અને ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું. જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે અને NDRFની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. શહેરમાં કંટ્રોલરૂમ શરુ કરવા તાલુકાના મામલતદારો સૂચના આપવામાં આવી છે અને જિલ્લાના તમામ ડેમો પર જવાબદાર સિંચાઈ વિભાગને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગોંડલ, વિરપુર, જેતપુર, મોરબી, ટંકારા, વાંકાનેર, હળવદ, જસદણ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજા મહેરબાન થયા હતાં અને આ વર્ષે ચોમાસાનો પ્રથમ વરસાદ જ વાવણીલાયક થતા ધરતીપુત્રો પણ રાજીના રેડ થઈ ગયા છે…

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર